20 - આ તરસનું બાળ છે, તાપસ ન ગણ / ચિનુ મોદી


આ તરસનું બાળ છે, તાપસ ન ગણ
છળકપટ છે, છળકપટ, સાહસ ન ગણ.

ખ્યાલ ખરબચડા. મુલાયમ લાગણી
આપણા ઇતિહાસને ફારસ ન ગણ.

ડુંગરાનું રૂપધારી ટેકરી !
તું નિકટ આવી મને માણસ ન ગણ.

તું જલાવી ઠારી શકશે શું મને ?
આગિયો છું, આગિયો; ફાનસ ન ગણ.

સાવ શ્રદ્ધાળુ સમય, ‘ઇર્શાદ’ છે,
કોઈ ઇચ્છાને સહજ, સાલસ ન ગણ.


0 comments


Leave comment