1 - આંખ પાસે શ્વેત અંતરપટ હજી આવે નહીં / ચિનુ મોદી


આંખ પાસે શ્વેત અંતરપટ હજી આવે નહીં.
કેમ કે ‘ઈર્શાદ’ તારું ઘર હજી આવે નહીં.

સાવ રસ્તા જેમ નિર્જીવ શાંત સુતો કાચબો
આપણાં ઘરમાં સમયનો રથ હજી આવે નહીં.

ભરસભામાં નામ મારું પાંદડે લખનારના
હાથ પથ્થરના હતા, એ શક હજી આવે નહીં.

તડ પડેલાં દર્પણોને હું ઉછીનો ક્યાં મળ્યો ?
બંધ દેખાતો થઉં, એ ક્ષણ હજી આવે નહીં.

બંધ દેખાતો થઉં, એ ક્ષણ હજી આવે નહીં
કેમ કે ‘ઇર્શાદ’ તારું ઘર હજી આવે નહીં.


0 comments


Leave comment