17 - આપણાં સંયોગી મનને હું સમજવા માંડતો / ચિનુ મોદી


આપણાં સંયોગી મનને હું સમજવા માંડતો,
તેં કરી પથ્થરની ઈચ્છા, હું પલળવા માંડતો.

ધારણાની આંગળી છૂટી ગઈ છે એટલે
કેટલાં લાક્ષાગૃહોમાં હું સળગવા માંડતો.

ચાડિયાને પાંખ આપીને ઊડાડયો એ પછી
હેન્ગરોનાં વસ્ત્રને પણ હું ખટકવા માંડતો.

ઝાંઝવાંમાં જાળ નાંખી બેસી રહેવાની રમત
કેટલી નિર્દોષ છે ! ‘ઇર્શાદ’ રમવા માંડતો.


0 comments


Leave comment