38 - ખીંટી ઉપર ખુદની ઈચ્છા / શોભિત દેસાઈ
ખુલ્લી આંખે સપના જેવું લાગે છે !
એક છોકરી એવું અદ્ભુત જાગે છે !!
બર્ફીલી ચાદર હમણાં તો પથરાઈ છે જળની લહરો પર,
એક શાશ્વત સ્પર્શનું ગીત રજુ થાવા તત્પર છે અધરો પર,
આંખો દ્વારા અપેક્ષાઓને તાગે છે !
એક છોકરી એવું અદ્ભુત જાગે છે !!
પુરુષત્વમાં ઓગાળવાની ક્ષણ પર ખુદને જ્યારે લાવે છે,
ત્યારે ચોર્યાસી લાખ જનમથી પર એ મને બનાવે છે.
ખીંટી ઉપર ખુદની ઈચ્છા ટાંગે છે !
એક છોકરી એવું અદ્ભુત જાગે છે !!
0 comments
Leave comment