57 - હવે સ્વર્ગ મનમાં લવાશે નહીં / ચિનુ મોદી


હવે સ્વર્ગ મનમાં લવાશે નહીં
નહીં, ક્યાંય પોરો ખવાશે નહીં.

મને સાત દરિયા મળ્યા ભેટમાં
ન્હવાશે ને પાણી પીવાશે નહીં.

સડક પાર કરવા ગયો આદમી
અને ઘર કહે : ‘ત્યાં અવાશે નહીં.’

ઘણાં વન ફરીને પવન એ થયો
મૂકો શબ્દવેધી, ઘવાશે નહીં.

મરણ પામશે ક્યાંક ‘ઇર્શાદ’ તો
સ્વજન મોંઘુ દર્પણ લવાશે નહીં.


0 comments


Leave comment