6 - સ્થાન પર રહેતી નથી એવી નદીનું નામ શું ? / ચિનુ મોદી


સ્થાન પર રહેતી નથી એવી નદીનું નામ શું ?
સદ્ય લુપ્તાનું હજી ‘ઇર્શાદ’ તારે કામ શું ?

તારી બાબતમાં હજી ચાલી રહ્યું ઇચ્છાગ્રહણ
એટલે હું સૂર્યને આપી દઉં આ ગામ શું ?

કામળી કાળી ખભે નાખી નથી, ઓ પંખીઓ
કેમ પૂછો છો મને કે આપનો પયગામ શું ?

પાંચ પગલાંમાં મપાઈ જાય કાયાનું જગત
પણ, બરફના પગ મળ્યા છે, એ પછી અંજામ શું ?

વન્ય કન્યાનું ધધખતું લોહી જેનામાં ભમે
બીક લાગે એવું મારી રાતમાં સુમસામ શું ?

ફૂટવા માંડ્યો કમળને સાવ સાચ્ચે એક ‘ક’
આંખનાં પાણીની વચ્ચે પણ હવે આરામ શું ?

આંખનાં પાણીની વચ્ચે પણ હવે આરામ શું ?
સદ્ય લુપ્તાનું હજી ‘ઇર્શાદ’ તારે કામ શું ?


0 comments


Leave comment