16 - ઓસ તોડ્યાનો મને જે દોષ લાગ્યો છે, સનમ / ચિનુ મોદી


ઓસ તોડ્યાનો મને જે દોષ લાગ્યો છે, સનમ
એથી આંસુ સારી શકતો હાથ માંગ્યો છે, સનમ.

ખર્ચવા માટે ખુશી છે, એ જ મારી સાહ્યબી
બાકી મુઠ્ઠી વાળી પડછાયોય ભાગ્યો છે, સનમ.

ચિત્રમાંનો મોર તમને એટલું નડતો હતો,
(કે) ઝાડ લીલું કાપવાના કોડ જગ્યા છે, સનમ ?

હું બરફની ભીંતના ઘરમાં રહુ છું એટલે
સાવ હૂંફાળો તમારો હાથ ત્યાગ્યો છે, સનમ.

સ્વર્ગનો ગોળો ગબડતો આ તરફ આવી રહ્યો
શેખજીની જોઇને ‘ઇર્શાદ’ ભાગ્યો છે, સનમ.


0 comments


Leave comment