28 - કાળ સાથેની રમતમાં, શ્વાસ ! તું શાશ્વત નથી / ચિનુ મોદી


કાળ સાથેની રમતમાં, શ્વાસ ! તું શાશ્વત નથી.
તૂટતા સંબંધ છે પણ કાચી ઇમારત નથી.

સાવ હળવે આવી, બેસી, પળ પછી ઊડી જતા
ઓસનો પણ બોજ ખમવાની હવે તબિયત નથી .

ઊંઘ વેચીને ખરીદે, રદ કરે, તું હદ કરે,
સ્વપ્ન અંગત હોય છે પણ એટલાં અંગત નથી.

બંધ અંદરથી હતાં ને કોઈ પણ અંદર નથી
સ્વર્ગનાં આ બારણાં ખોલાવવા દાનત નથી.

ચોકમાં શું કામ તું ‘ઇર્શાદ’ મોતી વેરતો ?
પંખીઓને મોતીના દાણાની કંઇ કિંમત નથી.


0 comments


Leave comment