3 - ઓ ગઝલ, ‘ઇર્શાદ’ સાથે તારે તે શું વેર છે ?/ ચિનુ મોદી


ઓ ગઝલ, ‘ઇર્શાદ’ સાથે તારે તે શું વેર છે ?
એની સઘળી બાતમી તારાથી જગજાહેર છે.

હું નથી કે છું બિચારા આયનાને શી ગરજ ?
ભીડ કે એકાંતનો એને વળી ક્યાં ફેર છે ?

થાય છે શાપિત અને પથ્થર થવાની લે મઝા
ભાવભીના ને નિખાલસ માણસોની મ્હેર છે.

ધડ વગરનાં કૈંક માથાં વેચવાનાં છે હવે
ઓ સ્મરણ ! તારી નદીને કોઈ કાંઠે શ્હેર છે ?

પંખી આવી બેસી ટોચે ચાંચથી ક્ષણ ક્ષણ છતાં
હાથ પથ્થરના થયા છે એ જ કાળો કેર છે.

હું ડૂબેલા વ્હાણની પરવા કરું તો કેટલી?
ગુપ્તગંગા પાણીની આ ઘેર, પેલે ઘેર છે.

ગુપ્તગંગા પાણીની આ ઘેર, પેલે ઘેર છે
ઓ ગઝલ, ‘ઇર્શાદ’ સાથે તારે તે શું વેર છે ?


0 comments


Leave comment