58 - શ્વાસના સંબંધ મારા એમ પૂરા થાય છે / ચિનુ મોદી


શ્વાસના સંબંધ મારા એમ પૂરા થાય છે
તું નહીં, તારા સ્મરણ વખતે કબર દેખાય છે.

લાગણીનો એક ચ્હેરો મેં વધારે ઓળખ્યો
બિંબ દેખાતું નથી જયારે નદી સૂકાય છે.

થાય ધરતીકંપ પણ હું સ્થાન શું કરવા ત્યજું
ગંજીપાના મ્હેલ નીચે કોઇપણ ચગદાય છે ?

સાંજ પહેલાં તોડશું ‘ઇર્શાદગઢ’ તો જીવશું
આત્મહત્યા પાપ છે, મારાં સ્વજન, સમજાય છે.

શબ્દની હિલચાલ શંકાસ્પદ હતી ‘ઇર્શાદ’ પણ
દરવખત બાઈ ગઝલ નિર્દોષ છૂટી જાય છે.


0 comments


Leave comment