65 - આવી ગયો હઈશ / જવાહર બક્ષી
જયારે હું તારા ખ્યાલમાં આવી ગયો હઈશ
દુનિયાથી દૂર, આપમાં આવી ગયો હઈશ
આપું નહીં હું આમ કદી કોઈને વચન
નક્કી હું તારી વાતમાં આવી ગયો હઈશ
સાચે જ તારી સૂક્ષ્મ નજર હોવી જોઈએ
અમથો શું તારી આંખમાં આવી ગયો હઈશ !
લાગે છે દૂરતા સમી આત્મીયતા હવે
લાગે છે પાછો ભાનમાં આવી ગયો હઈશ
મારા વિષે તને ઘણા પ્રશ્નો થતા હશે
એ માનીને જવાબમાં આવી ગયો હઈશ
દુનિયાથી દૂર, આપમાં આવી ગયો હઈશ
આપું નહીં હું આમ કદી કોઈને વચન
નક્કી હું તારી વાતમાં આવી ગયો હઈશ
સાચે જ તારી સૂક્ષ્મ નજર હોવી જોઈએ
અમથો શું તારી આંખમાં આવી ગયો હઈશ !
લાગે છે દૂરતા સમી આત્મીયતા હવે
લાગે છે પાછો ભાનમાં આવી ગયો હઈશ
મારા વિષે તને ઘણા પ્રશ્નો થતા હશે
એ માનીને જવાબમાં આવી ગયો હઈશ
0 comments
Leave comment