1 - છણકો / યૉસેફ મેકવાન


છણકો કરીને ઠેક લો તો ચાલમાં ગઝલ,
ને ઝાંઝરી રણકી ઊઠે તો પાયમાં ગઝલ.

કોઈ મજાના શેર જેવા હોઠ જો હસે,
ને સ્હેજ પણ ખંજન પડે તો ગાલમાં ગઝલ.

કેવી પવનના હાથમાં રમ્યા કરે લટો,
છાઈ વળે એ મુખપરે તો વાળમાં ગઝલ.

પોઢી પલંગે ખ્વાબમાં ડૂબી જતાં તમે,
પાંપણ જરા ઊંચી કરો તો આંખમાં ગઝલ.

આ અંગૂઠો ને આંગળિયો શેર-એ-ગઝલ,
જાણે તમારો હાથ છે મુજ હાથમાં ગઝલ.

૧૯૮૦


0 comments


Leave comment