5 - હળવે... હળવે... / યૉસેફ મેકવાન
હળવે હળવે રાત ઢળી ગઈ,
ભૂરી ભૂરી યાદ ઢળી ગઈ.
બે પાંપણની વચ્ચે થઈને,
જરાક અમથી વાત ઢળી ગઈ.
લૂમઝૂમ દિનનો ભાર સહીને,
ફોરમ ફૂલની સાથ ઢળી ગઈ.
સંબંધોની પાલખ છૂટતાં,
સ્વપ્નોની મ્હેલાત ઢળી ગઈ.
શ્વાસની નાજુક પાંદડી ખરતાં,
કાળને સાગર જાત ઢળી ગઈ.
૧૯૮૫
0 comments
Leave comment