6 - લાગણી / યૉસેફ મેકવાન


કુદરત સમાન ક્યાં અહીં ફોરે છે લાગણી?
લીલી બનીને ક્યાં કદી કોળે છે લાગણી?

ભીતર ભરેલા ભારનાં બંધન ફૂટી જતાં,
ફણગાય છે આંખો અને બોલે છે લાગણી!

લોકોની વાત છોડી દો; ક્યારેક પોતીકાં
લઈ બુદ્ધિનો કાંટો અને તોલે છે લાગણી.

ક્યારેક તો થઈ જાય છે તદ્દન નઠોર, પણ
એકાંતમાં હળવે હૃદય કોરે છે લાગણી.

હાથ મિલાવી આપણે મળીએ જરૂર પણ
ક્યાં આંગળાંનાં ટેરવાં ફોડે છે લાગણી?

૧૯૭૫


0 comments


Leave comment