8 - સવાલ / યૉસેફ મેકવાન
ઉત્તર નથી મળતો કશો એવો છું હું સવાલ,
મુજથી જ લાગું છું પરાયો કેમ આજકાલ?
ખંડેર આ જીવનની મ્હેલાતો અહીંતહીં.
એમાં રચે છે કોણ આ નિત્યે નવી દીવાલ?
તૂટી પડેલી ડાળખીમાં વાયુ વીંટળાય,
ચાલો, મળ્યું છે મિત્રોનું એવુંય તે વહાલ.
મારા મરણ પર કોઈ ના રડશો કદીય, દોસ્ત,
સાચું કહું તો કંઈ નથી ગમતુંય આજકાલ.
મારા પ્રસંગો ચર્ચીને હળવું કરો હૃદય?
હે પ્રેમીઓ ! મારોય પણ થોડો કરો ખયાલ.
૧૯૭૧
0 comments
Leave comment