10 - નાંગરી બેઠો / યૉસેફ મેકવાન


આ પવન જ્યાં નામ તારું આળખી બેઠો.
ડાળ પર ટહુકો અચાનક પાંગરી બેઠો.

આ ક્ષણોના રણ વિશે તુજ નામનો છાંયો,
એટલે હું આટલો આરામથી બેઠો.

એક ઘટનાની નદી સાગર બની ગઈ,
શૂન્યતાને તટ હું નૈયા નાંગરી બેઠો.

રાતનો અંધાર આંખે ચોંટતાં ચોંટ્યો,
સૂર્ય ઊગ્યો ત્યાં જ હુંતો આથમી બેઠો.

શ્વાસમાંથી કોણ ભાગી જાય આ પકડો...
ઝાલવા એને હું રસ્તો ચાતરી બેઠો.

૧૯૭૭


0 comments


Leave comment