11 - તારી ગઝલ / યૉસેફ મેકવાન
શક્યતાનો એક પરપોટો તરે,
તું બને વાદળ, બનું હું વ્યોમ રે!
આ નદીને નામ તારું આપીએ,
કેટલા વિનાશને એ નોતરે.
વીજળીનું ટાંકણું લઈ વાયુમાં,
કોણ તારા નામને આ કોતરે?
ક્યાં સુગંધોની નવાઈ છે તને?
જાય પહોંચી એમની આગોતરે.
શબ્દની હોડી મને કાણી મળી,
અર્થની ઠાલી જ તું વાતો કરે.
છોડ સારસ-સારસીના ખ્યાલને
આપણે તો માનવીઓ આખરે.
૧૯૮૦
0 comments
Leave comment