14 - જાણી લીધું / યૉસેફ મેકવાન


જાણી લીધું આ જિંદગી કેવળ મજાક છે,
સીધા દીસે જ્યાં માર્ગ ત્યાં નાજુક વળાંક છે.

આંસુ બળ્યાં તો આંખમાં લાલાશ ઊપસી,
સ્વપ્નો ગુલાબી જે હતાં, આ એની ખાક છે.

સ્પર્શી નથી શકતા હવે શબ્દો કશાય પણ,
વાણી નથી ને જીભને બોલ્યાનો થાક છે.

સમજયા નથી પયગમ્બરો પાયાની વાતને,
પંખી ઊડે છે – જેમને નિજની જ પાંખ છે.

૧૯૭૧


0 comments


Leave comment