15 - સંબંધ / યૉસેફ મેકવાન
આ સંબંધ તો બ્હારનો દેખાવ છે,
શાંત સાગર પર સરકતી નાવ છે.
સ્વપ્નનાં દર્પણ તમે ફોડી દીઓ,
જિંદગી પોકળ પ્રતિબિંબ સાવ છે.
સુખ સાથેની રમત ભારે પડી,
આપણે માથે સતત આ દાવ છે.
છેક તળિયે જાવ તો શું પામશો?
આંખ તો અંધારાની એક વાવ છે.
લ્હાય જેવું લાગતું જુદાઈમાં,
કેટલો ઠંડો મને લો, તાવ છે.
૧૯૮૦
0 comments
Leave comment