16 - આપણે / યૉસેફ મેકવાન


વણ ઉકેલ્યા શબ્દ રહીએ આપણે,
વેદના કોને કહીએ આપણે?

પ્રેમ આ કહેવાય એવું જાણ્યું મેં,
આંસુ કોરા, લો વહીએ આપણે.

માનવી છીએ છતાં આ શહેરમાં-
સ્વપ્નરૂપે કાં ફરીએ આપણે?

અબ્ધિ પર ઓ સૂર્ય કેરા તેજ શો,
બોજ પોતાનો સહીએ આપણે.

આ સમયનો સૂર્ય ઢળતો જાય છે
ચક્રવાકો શાં ઝૂરીએ આપણે.

૧૯૭૫


0 comments


Leave comment