20 - હું / યૉસેફ મેકવાન


પાણીનો આકાર બંધાતો નથી,
તૂટતો હું, એમ સંધાતો નથી.

વાક્ય-શબ્દ-અર્થની ગૂંચો વિશે,
સ્પષ્ટ હું ક્યારેય વંચાતો નથી.

હું ગયો છું મ્હેકમાં રંગાઈ કે-
કોઈ બીજે રંગ રંગાતો નથી.

રૂપ જોયાં, અનુભવ્યાં છે કૈંક તે-
ચાંદ-સૂરજથી હું અંજાતો નથી.

ચોતરફ વરસાદનું વાતાવરણ,
છે ભીંજાવું તેથી સંતાતો નથી.

૧૯૮૪


0 comments


Leave comment