21 - હું =તું / યૉસેફ મેકવાન


આ ફૂલ-પતંગ,
બે સાથ શ્વસંત.

તું રશ્મિ સળંગ,
હું સૂર્ય તગંત.

તું સાંજ-સવાર,
હુંઆભ અનંત.

હું શાંત સમીર,
એમાં તું સુગંધ.

તું પૃથ્વી અબોલ,
એની હું વસંત.

તું વારિ અગાધ,
હું પ્યાસ અનંત.

૧૯૮૫


0 comments


Leave comment