22 - મૌનથી / યૉસેફ મેકવાન


દર્દને ઘૂંટ્યા કરું છું મૌનથી,
આપને ચાહ્યા કરું છું મૌનથી.

સ્પર્શમાં મૂકી ગયાં છો આપ જે,
ગીત એ ગાયાં કરું છું મૌનથી.

આપની આંખે હતું મારું જગત,
અંજલિ આપ્યા કરું મૌનથી.

નામ હું બોલું નહીં પણ હરપળે,
હોઠ પર લાવ્યા કરું મૌનથી.

આપ છો ચોમેર ને જોયાં કરો,
નામ આલાપ્યાં કરું છું મૌનથી.

એ વિદાઈની પળો વીસર્યો નથી,
શ્વાસમાં ઝૂર્યાં કરું છું મૌનથી.

૧૯૭૩


0 comments


Leave comment