25 - ઘાવનો ટાંકો / યૉસેફ મેકવાન


સતત કોઈ ખરતું રહ્યું આંખમાંથી!
મને એવું કોણે કહ્યું આંખમાંથી?

અજાણ્યાં હતાં સ્હેજ જોવાયું ખાલી,
હતું શું અને શું બન્યું આંખમાંથી!

સંવારો નહીં કેશ, સામે ફરીને,
ભર્યું રૂપ નીસરી વહ્યું આંખમાંથી.

હશે ઘાવનો ક્યાંક ટાંકો ખૂલી ગ્યો,
ફરી તેજ ઊડી ગયું આંખમાંથી.

કશું આંખને સાંભર્યું આંખમાંથી,
બીડી પાંપણો ત્યાં ખર્યું આંખમાંથી?

૧૯૮૦


0 comments


Leave comment