28 - તું... તારું.. તને / યોસેફ મેકવાન


દર્પણની બ્હાર તારું નીકળવું,
ઘર શેરી રસ્તાનું પમરવું.

ઝપટ લગાવી તારે લહરવું,
નજરુંનું દીપ સમું સળગવું.

આ બપ્પોરનું આભ ખીલ્યું છે,
કે તારા પડઘાનું પડવું.

સ્વપ્ન સર્યા સરખો અનુભવ આ,
આમ સમયનું સહજ અટકવું.

હવે રક્તમાં ઊગ્યાં વૃક્ષો,
વળ રૂપે શ્વાસોનું ઝૂલવું.

કાવ્યશબ્દ શી તું ફરકી ત્યાં,
સૂનકારનું આ ઝળહળવું.

હવે પૃષ્ઠના અક્ષર પરથી,
સંવેદન થઈ તારું પ્રગટવું.


0 comments


Leave comment