31 - આંસુનાં અત્તર / યોસેફ મેકવાન


હું તરું શ્હેરની સપાટી પર,
તું મને પૂછે છે દરિયાની ખબર.

આમ દર્પણ મારી સામે તું ન ધર,
જ્યાં ગયો છું ત્યાં મળી છે પાનખર.

હું નિખાલસ હોઉં છું હર વાત પર,
શબ્દનાં છળ તું ન મારી સાથે કર.

હું રહ્યો સ્મિતની સુવાસે બેખબર,
આંસુના અત્તરથી હું છું તરબતર.

છેક સમજણ બાળ જેવી થૈ ગઈ,
જિંદગી છોડી ગઈ છે એ કસર !


0 comments


Leave comment