35 - માનવી / યોસેફ મેકવાન


મંઝિલ ક્યાંક ચૂકી ગયો છે માનવી,
પાછો અસલ કેવો બન્યો છે માનવી.

શબ્દ વસી સંજીવની ઊડી ગઈ,
રે ! માનવી સામે પડ્યો છે માનવી.

મનનાં રહસ્યો એ ઉકેલી ના શક્યો,
બ્રહ્માંડ ફરવા નીકળ્યો છે માનવી.

સૌ ધર્મની વાતો પહેરીને ફર્યો.
પણ ક્યાં હજીયે અવતર્યો છે માનવી.

બુઠ્ઠી બની છે લાગણી વહેવારની,
ને સ્વાર્થની જાળે ફસ્યો છે માનવી.

૧૯૭૭


0 comments


Leave comment