38 - વિરહની આ પાર / યોસેફ મેકવાન


આજ તો આ રાત લાગે છે સવાર,
કે પછી તુજ નામથી ખીલે બહાર?

કો'ક ખેતર જેમ સ્વપ્નો ઝૂલતાં,
બંધ આંખે અશ્રુ છલકે જ્યાં લગાર.

જીવવું એ તો હવે બહાનું મળ્યું,
આવ તું, કરીએ પરસ્પર સારવાર.

તું મળી છો ત્યારથી મિત્રો પૂછેઃ
શું છુપાયું છે હવાની આરપાર?

આપણે કેટલું ભીંજાયેલાં,
કેટલો વરસાદ વરસ્યો ધોધમાર.

શબ્દની સંધિ સમું છે આપણું,
તોડવી એને પડે છે કોક વાર.

૧૯૭૨


0 comments


Leave comment