39 - થઈ ગયા / યોસેફ મેકવાન
એકાન્તમાં મન સાથે જે સંવાદ થૈ ગયા,
ભરચક્ક જીવ્યાની અમે કિતાબ થૈ ગયા.
આવી તમારા રૂપની જ્યાં મ્હેક વાયુમાં,
એ મ્હેક બાબત ફૂલમાં વિખવાદ થૈ ગયા.
કેવા સમયના ખેલ છે કેવા ફરેબ છે,
કોરાં તમે ચાલ્યાં અમે વરસાદ થૈ ગયા.
છૂટા પડ્યાની વાત ચર્ચાયા કરી છતાં,
ખુશી ધરી મુખ પર અમે અપવાદ થૈ ગયા.
આ પ્હાડ જીવનનો અમે ખોદયા કર્યો અને,
પોચી જમીન ખોદી કૈં ફરહાદ થઈ ગયા.
૧૯૯૦
0 comments
Leave comment