40 - ચંદ્રક / યોસેફ મેકવાન


અજાણ્યાં હતાં એ અજાણ્યાં રહ્યાં છે,
હૃદયને હૃદયના ધખારા થયા છે.

હવે આંખમાં સાત દરિયા ઊમટશે,
અમાસે પૂનમનાં જ દર્શન કર્યા છે.

અહમ્ એમનો આમ લૂંટી ગયો છે,
ભર્યા સ્વપ્નના જામ એમ જ પડ્યા છે.

બનાવ્યા હતા રાહ જે જિંદગીના,
અકળ એ જ મારા ચરણને નડ્યા છે.

મને માણસાઈ ફળી છે જગતમાં,
જુઓ, જખના કૈંક ચંદ્રક મળ્યા છે.

૧૯૯૦


0 comments


Leave comment