42 - દશા / યોસેફ મેકવાન


દિવાસ્વપ્નમાં કોઈ છાનું મળે,
ચલો, એમ સુખનું બહાનું મળે.

નથી બીજી કોઈ અહીં હાથમાં,
છતાં સમજું હુકમનું પાનું મળે.

અહીં કર્મને ઘાવ મટતા નથી,
અરે! છેવટે છલ કઝાનું મળે.

- અને સાત દરિયાય ભીતર ભર્યા,
છતાં પ્યાસનું રણ સદાનું મળે.

હવે હું જ ઈશ્વર સમો થૈ ગયો,
કહો, ક્યાંય એનું ઠેકાણું મળે?

૧૯૯૨


0 comments


Leave comment