43 - સવારથી (પુષ્મિતાગ્રા છંદ) / યોસેફ મેકવાન


ખબર નહીં પડે સવારથી,
ગગન ઉનાળું બળે સવારથી.

કલરવ અમને મળ્યા નહીં,
તડપન કેવી દહે સવારથી.

ભીતર તમસ છે હજી ભર્યું,
મન ઊડવાનું ચહે સવારથી.

સરકી ગઈ હશે સુગંધ ક્યાં?
પવન પછાડ સહે સવારથી.

મૃગજળ ચહુ ઓર દોડતાં,
દરપન કોણ ધરે સવારથી?

૧૯૯૨


0 comments


Leave comment