44 - દે જવાબ / યોસેફ મેકવાન


ફાળ મારી પાસથી તું શું ચહે છે, દે જવાબ
હાથમાંની આ લકીરો શું કહે છે, દે જવાબ

રાહ સીધી હોય તોયે ડગ પડે કાં આમતેમ
કૈં નથી પીધું છતાં આ શું સહે છે, દે જવાબ.

સાવ શીતળ આવરણ છે ચાંદનીનું રિમઝિમ,
દેહના ખૂણેખૂણે આ શું દહે છે, દે જવાબ.

માન ને અપમાન પામી, પ્યાર ને ધિક્કાર પામી,
માનવી પાસે પછીથી શું રહે છે, દે જવાબ.

લહેરતાં ખેતર અરે આ લોહીમાં પલટાય ત્યાં જ,
ખેલ કેવા એ બતાવે ! શું ભળે છે? દે જવાબ.

૧૯૯૨


0 comments


Leave comment