46 - સાવ અમથી વાત ... / યોસેફ મેકવાન


સાવ અમથી વાત મારી રે કહાણી થઈ ગઈ,
એક ઇચ્છા જાગી તેયે આસમાની થઈ ગઈ.

આ હવા લૈ આવતી સુરભિ તમારા અંગથી,
લો, તમારી બેઉ આંખો રાતરાણી થઈ ગઈ.

શ્વાસ આછો સ્પર્શતાં સ્પર્શી ગયો અંધારને,
કોણ જાણે કેમ આંખો પાણી પાણી થઈ ગઈ.

એ હકીકતનો ભલે સ્વીકાર એ તો ના કરે,
એમની મારી કહાણી સમ કહાણી થઈ ગઈ.

ફૂલદાનીનાં ફૂલોમાં ખુશ્બૂ પાછી તો ફરી...
આપનાં પગલાં તણી જ્યાં મહેરબાની થઈ ગઈ.

૧૯૮૪


0 comments


Leave comment