49 - ચાંદની / યોસેફ મેકવાન


અહો ચાંદ સાગર ઉપર નીતરે છે,
નર્યા વ્હાલનાં શાં કિરણો ઝરે છે.

અજબ શ્વેતતા આજે મ્હેકી રહી છે,
અને આંખમાં પોયણાં તરવરે છે.

તહીં ફેરવે ચાંદની હાથ દરિયે –
અહીં ચિત્તમાંથી કશું ઓગળે છે.

નથી કોઈ કોકિલ, નથી કામિનીયે –
છતાં ઉર આદિમ ગીતો સાંભળે છે.

આ સંવાદ નીરવતણો છે રચાયો,
આ બ્રહ્માંડ હિલ્લોળતું ઝળહળે છે.

૧૯૮૦


0 comments


Leave comment