51 - મૂંઝવણ / યોસેફ મેકવાન


હર સ્થળે ને હર પળે તારી નજર મળે,
જાઉં જ્યાંત્યાં તું મને તારા વગર મળે.

એકલો છું હું યુગોથી આ સફર મહીં,
થાય કોઈ સાવ સાચું હમસફર મળે.

શ્વાસના વનમાં નર્યો અંધાર છે ભર્યો,
એક તારા સ્મિતની આછી ટશર મળે !

ભાગ્યને હું શું કરું? સારો સમય નથી,
આમ સુખનું સુખ ને સુખમાં કસર મળે.

લાગણીનો પીંડ છું ઘાયલ થયા કરું –
પામવા મુજને તને, મારું જિગર મળે.

૧૯૯૧


0 comments


Leave comment