52 - મૂંગી વ્યથા / યોસેફ મેકવાન


મારું જીવન ખામોશ ડાયરી છે,
મૂંગી વ્યથાની એક શાયરી છે.

જલ પી ગયું છે બિમ્બ આ વૃક્ષનું,
એ વાત સહસા આજ સાંભરી છે.

થોડોક સદ્ભાગી હું પ્રેમ કાજે,
મારી હથેળીમાં રેખ પાતળી છે.

આ ઘૂઘવે એ તો નથી જ દરિયો,
મારી વ્યથાને કોણે આંતરી છે?

જીવ્યો છું ઉત્તમ રીતથી મિત્રો,
શ્વાસોથી ફોર્યો છું, ખાતરી છે.

એ એક દષ્ટિ ને બનું વિહ્વળ હું,
આ એમનાં તો નયન બાંસુરી છે.

૧૯૯૨


0 comments


Leave comment