54 - ગઝલનો ટંકાર / યોસેફ મેકવાન


આજ ક્યાંથી ગઝલ-ટંકાર આ?
કાનમાં વાગ્યા કરે ઝંકાર આ !

હોય છે અંગાર કેવા, લો કહો,
હાથમાં આવ્યો લઈ અંગાર આ !

કેટલાનાં સ્વપ્ન કૈં બળતાં હશે –
કેટલો ગાઢો થતો અન્ધાર આ !

હોય જે, એ હોય છે, બોલે નહીં
કેમ નેતાઓની છે, લંગાર આ?

જિન્દગી સ્વપ્નો લઈ આવે અને
યાતનાઓનો મળે ભંગાર આ.

સત્ય પણ ‘યૉસેફ' કેવું હોય છે?
તેમના હોય નહીં ભંડાર આ.

૧૯૯૮


0 comments


Leave comment