55 - ખાલીપો / યોસેફ મેકવાન


છે કાચ જેવું આ જગત તો ધારદાર છે,
લાગે બધુંય તાલમાં પણ તાલ બહાર છે

આકાશ જે દેખાય છે, આકાશ એ નથી
મુજ ખાલીપો પથરાયેલો એ આરપાર છે.

આ શ્વાસને ઉચ્છવાસ છે ગમ્મત ભરી રમત,
એની મજા છે, બાકી જીવન તારતાર છે.

વિજ્ઞાનનો આ યુગ અહીં બદલી રહ્યો બધું,
ને તોય જીવન કેટલું આ બેકરાર છે.

‘યૉસેફ’ ઈશ્વરનું નથી અસ્તિત્વ અહીં કશે –
આખા જગત પર તોય એનો કેમ ભાર છે?

૧૯૯૮


0 comments


Leave comment