56 - આગ / યોસેફ મેકવાન


ઘરમહીં મજબૂત ખામોશી છવાઈ છે,
તું નથીની કેટલી વેધક ગવાહી છે.

આજ સાગર જોઉં છું કે જાત જોઉં છું?
આગ વડવાગ્નિ સમી ભીતર લપાઈ છે.

આભનું પોલાણ આખું હું ઉઠાવું છું,
એક મારી પાંખ અધવચ્ચે કપાઈ છે.

ચાંદથી કેવી અલગ આ ચાંદની રઝળે –
એમ મારે જિન્દગી સાથે સગાઈ છે.

ક્યાંય ઈશ્વર તો નથી પણ થાય છે પૂજા,
‘યૉસેફ' ભેદી કુંડળી એની લખાઈ છે !

૧૯૯૮


0 comments


Leave comment