58 - માણસ / યોસેફ મેકવાન


ખેતર-વનો-ગામો થકી માણસ સરી ગયો,
ભૌતિકતાના ભારથી માણસ વળી ગયો.

ચાલ્યો ઘણું, દોડ્યો ઘણું બસ, એકલો રહી,
ટોળાં મહીં આવ્યો અને માણસ મટી ગયો.

આ જિંદગીનાં જળ સતત બદલે દિશા અને,
મારું હતું જે કૈં અહીં, માણસ લઈ ગયો.

એની કરીને કલ્પના સોગંદ એના ખાઈ,
થોડોય જે માણસ હતો, માણસ મરી ગયો.

સૌ ધર્મના કાંડો અહીં સળગ્યા કરે સતત,
‘યોસેફ' એની રાખમાં માણસ ઠરી ગયો.

૧૯૯૮


0 comments


Leave comment