59 - શોધી કાઢ તું / યોસેફ મેકવાન


ક્યાં ક્યાં નડે છે આ પડળ એ શોધી કાઢ તું,
ને ક્યાં પડી છે એ જ પળ એ શોધી કાઢ તું.

ઊડ્યા કરે ક્યાંથી વમળ એ શોધી કાઢ તું,
છે જગતમાં શું અચળ એ શોધી કાઢ છું.

આકાશ જે આ તેજથી મ્હેકી રહે અહીં –
એવું છુપાયું ક્યાં કમળ એ શોધી કાઢ તું.

ઈશ્વર અને માણસ અહીં બંને રહ્યા અસલ
એ બેઉમાં શું છે અકળ એ શોધી કાઢ તું.

‘યોસેફ' સૌ ધારણ કરે શણગાર સ્વપ્નના
છે તોય શાને રોકકળ એ શોધી કાઢ તું.

૧૯૯૮


0 comments


Leave comment