65 - એક દરિયો છે સમય... / યોસેફ મેકવાન


વસ્તુના વ્હેવારમાં માણસ વ્હેરાઈ રહ્યો,
જિંદગીનો અર્થ આખો લો, વધેરાઈ રહ્યો,

કોણ જાણે કોણ બદલો વાળતું ભીતર રહી
વિશ્વનો નકશો જ તેથી આજ ચ્હેરાઈ રહ્યો

એક દરિયો છે સમય તો, આંખ ખોલી જોઈલો,
આપણું શું શું ગળીને મૂક લ્હેરાઈ રહ્યો !

શબ્દની તલવારબાજી ચોતરફ ચાલી રહી,
વ્યર્થતાનો અર્થ મારે શ્વાસ રહેંસાઈ રહ્યો.

આશ ઈશ્વર પર કરી ‘યોસેફ' જિવાશે ના હવે –
અન્ય જીવને જોઈને આ અર્થ સમજાઈ ગયો.

૧૯૯૯


0 comments


Leave comment