67 - આ સદીનાં સુખ.. / યોસેફ મેકવાન


સાંજ ઓચિંતાની પડતી હોય છે,
રાતભર એ રાત રડતી હોય છે.

મૃગજળો ને સ્વપ્ન વચ્ચે જિંદગી,
પળપળે મરતી ને લડતી હોય છે

આભ ઊંચા સૂર્ય તારા તેજને –
ગાય નિરાંતે ચગળતી હોય છે.

ઊંઘથી આરામ મળે જ એવું નથી !
ઊંઘ પણ કાતિલ નીવડતી હોય છે.

આ સદીનાં સુખ ઠગારાં નીકળ્યાં,
ધૂમ્ર વિના આંખ બળતી હોય છે.

ચાલ, ‘યોસેફ' આ જગતની વાત છોડ,
ખુદની જરૂરત ખુદને પડતી હોય છે.

૧૯૯૮


0 comments


Leave comment