70 - છોડતું નથી / યોસેફ મેકવાન
એ શું છે કે આપણને છોડતું નથી,
મને વળી કેમેય એને તોડતું નથી.
શ્વાસમાં ઢસડાય છે ખરડાય છે છતાં
જિન્દગીને તાલ સાથે જોડતું નથી.
સૂર્ય જેવો સૂર્ય પણ નિત્યે ઢળ્યા કરે
એક એ છે કે નિરાંતે પોઢતું નથી.
તેજ અન્ધારું રમત રમતાં રહે અહીં
બેઉમાંથી કોઈ રહસ્ય ફોડતું નથી.
મૌનનો મહિમા અકળ છે એ જ જાણતા
એટલે આ ઝાડ કોઈ બોલતું નથી.
૧૯૯૯
0 comments
Leave comment