75 - જોયા કરું / યોસેફ મેકવાન


ખેતરો પોતે ઉડાવે ચાડિયા, જોયા કરું,
સ્વપ્નના પળપળ રચાતા પાળિયા, જોયા કરું.

જો, અચળતા આપણી રદીફ થૈ ગઝલે વહે,
ભાવ સંચારી સમા છે કાફિયા, જોયા કરું.

શુભ-અશુભને હાથ રમતું વિશ્વ ચગડોળે ચઢે,
સંત-મહંતને વેશ આવે માફિયા, જોયા કરું.

જિંદગીની પારના કૈં અર્થને સમજાવવા –
ભિન્ન રૂપે મોતના આ હાંસિયા, જોયા કરું.

જામ તડકાના પીને ‘યૉસેફ’ વૃક્ષો ઝૂમતાં,
ને સમય આવ્યે કરે ઉલાળિયા, જોયા કરું.

૧૯૯૯


0 comments


Leave comment