77 - ભાવો-અભાવો / યોસેફ મેકવાન
તમારી યાદ આંખોમાં ઝગે છે,
ઉનાળું સૂર્ય જાણે ધખધખે છે.
તરડતો ક્યાંક જો સંબંધ દિલનો,
કશું લોહીમહીં છાનું કળે છે.
જરા ખુદનેય પૂછો ભીતરે જૈ,
સદા શું જાત સાથે પણ બને છે?
થયું સારું, સમયસર સુખ પામ્યાં,
મરણને જિંદગી પણ શી છળે છે!
બધાયે આપણા ભાવો-અભાવો,
છૂપાછૂપ કાવ્યમાં રમતા રહે છે!
૧૯૯૯
0 comments
Leave comment