82 - લૈ જાય..... / યોસેફ મેકવાન
આવે સહજ એ સ્વીકારવું છે
દેવું ધરાનું ઉતારવું છે.
ચાલો, બધાથી પર થૈ જઈએ
હે મન ! તને એમ બસ મારવું છે.
માગ્યા વિના તો માએ ન પીરસે
બોલો પ્રભુજી, શું માગવું છે ?
શબ્દો હલેસાં, શબ્દો જ હોડી
લૈ જાય મોજે ત્યાં ત્યાં જવું છે.
હલકું હમેશાં તરતું રહે છે
તારા વિશે, બોલ, શું માનવું છે ?
૨૦૦૧
0 comments
Leave comment