83 - ....થતી હશે / યોસેફ મેકવાન


પહેલાં અમસ્તી આંખથી મસ્તી થતી હશે,
સાથે જ ભીતર દર્દની હસ્તી થતી હશે.

શું આપણામાંથી ચળાઈ આપણે ગયા ?
કે જિંદગીઓ ચીજથી સસ્તી થતી હશે !

મારી ખુમારી હું જ જાણું, શી ખબર તને –
કે મનની સાથે શી જબરજસ્તી થતી હશે !

કૈં કેટલી સ્મૃતિઓ અહીં ટોળે મળ્યા કરે
ના પૂછ, ઘરમાં કેટલી વસ્તી થતી હશે.

આ પૃથ્વીની કેવી લખાઈ કુંડળી હશે
કે જોતજોતામાં બધી પસ્તી થતી હશે !

૨૦૧૧


0 comments


Leave comment