84 - કવિ / યોસેફ મેકવાન


આદિકાળથી સૂર્ય તારો અંશ છું,
આ ક્ષણોની પર વિહરતો હંસ છું.

છેક પાછળથી ખબર એની પડે –
શબ્દમાં છૂપો વસેલો દંશ છું.

પોતપોતાના રમે છે દાવ સૌ
મારી સામે હું જ મારો ધ્વંસ છું.

શાંતિ-યુદ્ધો નિત્યનાં છે, સત્ય છે
હું જ કૃષ્ણ, હું જ પાછો કંસ છું.

કાળનીયે પારનું જોયા કરું –
વાલ્મીકિ ને વ્યાસનો હું વંશ છું.

૨૦૦૨


0 comments


Leave comment